રિક્ષાથી લઇને શાકભાજીની લારી સુધી હાલના સમયમાં દરેક સ્થાન પર મોટાભાગના લોકો UPI થી પેમેન્ટ કરે છે. જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે કામના સમાચાર છે. 1 ફેબ્રુઆરીથી એટલે કે આજથી યુપીઆઈ પેમેન્ટ એપ યુઝ કરતા યુઝર્સો માટે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.NPCIએ નવી નોટિફિકેશન જાહેર કરી છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને 1 ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઇડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતાં આઇડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે. સાયબર ક્રાઈમના વધતાં કિસ્સાને ધ્યાનમાં રાખતાં NPCIએ આ આદેશ જાહેર કર્યો છે.
નવા નિયમન મુજબ, #, @, $, અથવા * જેવા ખાસ અક્ષરો ધરાવતા UPI ટ્રાન્ઝેક્શન ID ને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે UPI પેમેન્ટ એપ્લિકેશનોને હવે ટ્રાન્ઝેક્શન ID જનરેટ કરવામાં ખાસ અક્ષરોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તમારી UPI એપ્લિકેશન તેના ટ્રાન્ઝેક્શન ID માં ખાસ અક્ષરો ધરાવે છે, તો તે વ્યવહારો કેન્દ્રીય સિસ્ટમ દ્વારા રિજેક્ટ કરાશે.