અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આતંકીઓ સામે પણ કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકન સૈન્યએ સોમાલિયામાં આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. આ અંગેની માહિતી અમેરિકાના રક્ષા સચિવ દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકાની આફ્રિકા કમાન્ડ દ્વારા સોમાલી સરકાર સાથે સંકલનમાં આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકન સેનાએ પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ આતંકવાદી સંગઠન ISના લડાકોને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આ કોઈ આફ્રિકન દેશમાં કરવામાં આવેલી પહેલી લશ્કરી કાર્યવાહી છે. જેમાં ઘણા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.