અભિનેતા રિતેશ દેશમુખ હાલ શિવાજી મહારાજ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રિતેશ દેશમુખ આ ફિલ્મના દિગ્દર્શનની સાથેસાથે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મ મરાઠી અને હિંદી એમ બે ભાષામાં રિલીઝ કરવામા આવશે. સંજય દત્ત અને અભિષેક બચ્ચન મોગલ રાજાઓના પાત્રમાં જોવા મળવાના છે. જ્યારે ફરદીન ખાન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે.