અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને ટેરિફને લઇને ચેતવણી આપી છે. ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ લાદવાની ધમકી આપ્યા બાદ મેક્સિકો સરકાર પણ સક્રિય થઈ છે. ટ્રમ્પની ધમકીના પગલે મેક્સિકોએ તેની ઉત્તર સરહદે પહેલી વખત નેશનલ ગાર્ડના દસ હજાર સભ્યોના દળને મોકલ્યુ છે. મેક્સિકોએ ધમકીઓ બાદ ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે યુએસ સરહદ પર ૧૦,૦૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે.
આ દળ ટેક્સાસમાં અલ પાસે અને સીયુડેડ જુઆરેઝને અલગ પાડતા સરહદી વિસ્તારમાં ગોઠવાઈ જશે. તેની સાથે પેટ્રોલિંગ વાહનો પણ મોટાપાયે જોવા મળી રહ્યા છે. અમેરિકાએ આ સરહદ પર કટોકટી જાહેર કરી છે. અમેરિકાએ કહ્યું છે કે બદલામાં તે મેક્સિકોમાં અમેરિકન બંદૂકોની દાણચોરીને રોકવા માટેના વધુ પ્રયાસ કરશે, જે કાર્ટેલ હિંસાને વેગ આપે છે. સરકારી આંકડાઓ અનુસાર ૧૬૫૦ અધિકારીઓને સ્યૂદાદ જુઆરેઝ મોકલવાની સંભાવના હતી. જો કે ૧૦,૦૦૦ સૈનિકોની તૈનાતી બાદ સરહદ મજબૂતીકરણના સૌથી મોટા પ્રાપ્તકર્તાઓમાંનું એક બની ગયું છે.