પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલ ત્રિકોણીય સિરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ વન ડે મેચ દરમિયાન ન્યુઝીલેન્ડનો ખેલાડી ઘાયલ થયો હતો. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રને કેચ કરતા સમયે બોલ સીધો ચહેરા પર વાગ્યો હતો.
https://x.com/FanCode/status/1888275544313118736
મળતી માહિતી મુજબ, ત્રિકોણીય સીરિઝની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 78 રને હરાવ્યું હતું. પરંતુ મેદાન પર ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર સાથે એક ભયાનક ઘટના બની. રચિન રવિન્દ્ર સાથે લાઇટ્સના કારણે દુર્ઘટના થઇ ગઈ હતી. બોલ કેચ કરતી વખતે તેના ચહેરા પર બોલ વાગતા ચહેરા પરથી લોહી નીકળવા લાગ્યું. ઈજા એટલી ગંભીર હતી કે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.