પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો જારી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મહાકુંભ તરફ દોરી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ગઇ છે. લોકો વિવિધ જગ્યાએ અટવાઇ પડ્યા છે. વાહનોની લાંબી લાઇન કિલોમીટર સુધી લાગી ગઇ છે. સંગમ સ્થળે ખાતે લોકોની ભીડને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્રિવેણી સંગમ સ્થળ પરથી શ્રદ્ધાળુઓ હવે પરત ફરી રહ્યા છે. ચારેબાજુ શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. પ્રયાગરાજ તરફ જતી બધી જ ટ્રેનોમાં અસાધારણ ભીડ છે. વારાણસી કેન્ટ સ્ટેશન પર મહાકુંભ સ્પેશિયલ ટ્રેનમાં ભીડ એટલી હતી કે શ્રદ્ધાળુઓ એન્જિનમાં ઘૂસી ગયા હતા. જ્યારે શ્રદ્ધાળુઓની ભીડને જોતા સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે.