કોલેજમાં વિદ્યાર્થીઓને સામાજિક પ્રવૃતિઓના નેતૃત્વ માટે તૈયાર કરવાના ઉમદા હેતુસર MIPLVP INSTITUTE OF SOCIAL ખાતે 8 ફેબ્રુઆરીના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે હાર્દિક ચુડાસમા હાજર રહ્યા હતા. જેમાં તેમણે ઉપસ્થિત મહાનુભાવો અને લોકોને મિશન હોપ ફાઉન્ડેશન અંગે વિગતવાર માહિતી આપી હતી.
મિશન હોપ ફાઉન્ડેશન એ સમાજ સેવાના કામ માટે જાણીતું છે. આ ફાઉન્ડેશન સાથે અન્ય લોકો પણ જોડાઈ સેવાન કામમાં જોડાવા માટે લોકોને જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં તેમણે ટાઈમ મેનેજમેન્ટ અને લીડરશીપ અંગે ખાસ વાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ઉમેશ કોલ્હે, પ્રો. કાર્તિક પંચાલ અને પ્રો. રાજકુમારસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

