રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે, જેણે સમગ્ર મેડિકલ જગતને કલંકિત કર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા,હોસ્પિટલના લેબર રૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ઓનલાઈન અપલોડ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ફૂટેજમાં ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તબીબી તપાસના દ્રશ્યો કેદ હતા, જે તેમની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન છે. જેને લઈને ભારે હોબાળો થયો હતો.
સૌથી મોટો સવાલ એ છે કે પાયલ મેટરનીટી હોસ્પિટલે લેબર રૂમમાં CCTV કેમેરા લગાવવાનું પાપ શા માટે કર્યું? ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તપાસ દરમિયાન CCTV કેમેરા લગાવવાનો હોસ્પિટલનો હેતુ શું હતો? આ ઘટનામાં કેટલી ગર્ભવતી મહિલાઓની તપાસના CCTV ફૂટેજ ઓનલાઈન અપલોડ થયા છે અને કેટલા વાયરલ થયા છે, તે તપાસનો વિષય છે.
આ ઘટનાના પર્દાફાશ પછી હોસ્પિટલના એડમિન દ્વારા તાત્કાલિક લેબર રૂમમાંથી CCTV કેમેરા હટાવી લેવામાં આવ્યા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના માલિક ડો. અમિત અકબરીએ દાવો કર્યો છે કે કોઈ પ્રોફેશનલ હેકરે CCTV સિસ્ટમ હેક કરી આ ફૂટેજ ઓનલાઈન અપલોડ કર્યા છે.
રાજકોટના પોલીસ કમિશ્નર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. તેઓએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક બોલાવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે