છેલ્લા બે મહિનામાં 4થી વધુ વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, ત્યારે વધુ એક વખત વિમાન ક્રેશ થયાનો બનાવ કેનેડાના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડેલ્ટા એરલાઇન્સનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વિમાન લેન્ડિંગ માટે નીચે આવતાની સાથે જ પલટી ગયું હતું. જોકે હજુ સુધી અકસ્માતનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. વિમાનમાં 76 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી.