50 વર્ષીય રેખા ગુપ્તા જિંદાલ દિલ્હીના નવમા મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ વિધાનસભા દળની બેઠકમાં તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે.તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો તે એલએલબી પાસ છે.
તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ મહાસચિવ અને પ્રમુખ, પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્ય એકમના મહાસચિવ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના મંત્રીમંડળ સાથે 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે. આ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ભાજપના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.