ઇન્સ્ટાગ્રામ હવે ટિક-ટોકને ટક્કર આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ માટે તેઓ હવે રીલ્સ માટે એક અલગથી એપ્લિકેશન બનાવે એવી ચર્ચા ચાલી રહી છે. ટિક-ટોક એક શોર્ટ વીડિયો પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામની શરૂઆત ફોટો-શેરિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી. જોકે હવે એ રીલ્સ માટે પણ ખૂબ જ ફેમસ છે. આથી હવે તેઓ ફોટો અને વીડિયો બન્નેની અલગ-અલગ એપ્લિકેશન બનાવે એવી ચર્ચા છે.અમેરિકામાં ટિક-ટોકને બેન કરવામાં આવ્યું છે. એ જ્યાં સુધી પચાસ ટકા હિસ્સો અમેરિકાને વેચવામાં નહીં આવે ત્યાં સુધી એનું ભવિષ્ય નક્કી નથી. આથી ઇન્સ્ટાગ્રામ એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના યૂઝર્સ માટે હવે ઇન્સ્ટાગ્રામ બહુ જલદી રીલ્સની એપ્લિકેશન અલગથી લોન્ચ કરી શકે છે