ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સેમિફાઇનલની રેસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ત્રણ ટીમોએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે, જ્યારે ચોથા સ્થાન માટે બે ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ગણિત બદલાયું છે.
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની મેચ નંબર 10માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટક્કર થઈ હતી. જોકે મેચ દરમિયાન વરસાદ વિલન બનતા ઓસ્ટ્રેલિયન ટીમ ચાર પોઇન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ગ્રુપ બીની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા ઓસ્ટ્રેલિયાને 1 પોઈન્ટ મળ્યો અને તે 4 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં ટોચ પર પહોંચી સેમિફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયું છે.
આ પરિણામ સાથે જ ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન બંનેના હાલમાં 3-3 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે અને અફઘાનિસ્તાન ત્રીજા ક્રમે છે. અને હવે એક સ્થાન માટે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.