યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધને લઈ ચર્ચા કરી હતી. જોકે આ વાતચીત અંતે ખુબ જ ઉગ્ર બની હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને ખુલ્લી રીતે અપમાનિત કર્યા હતા. તીખી ચર્ચા બાદ ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાંથી ભોજન કરાવ્યા વગર જ મોકલી દેવામાં આવ્યા હતા. ઝેલેન્સ્કી ખુબ મોટી અપેક્ષા સાથે ટ્રમ્પને મળવા માટે પહોંચ્યા હતા.
તીખી ચર્ચા બાદ ઝેલેન્સ્કી ઇચ્છતા હતા કે તમામ બાબતો ઠીક થઇ જાય પરંતુ ટ્રમ્પ આગળ વાત કરવા તૈયાર થયા ન હતા. ટ્રમ્પે મેસેજ કરી દીધો હતો કે યુક્રેનના રાષ્ટ્રપતિ પરત ફરે. અમેરિકામાં હાઇ વોલ્ટેજ ડ્રામાની સ્થિતિ રહી હતી. દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત આવુ બન્યુ. વ્હાઇટ હાઉસમાં હોબાળો થયો હગતો. ઝેલેન્સ્કીના તેવર ઉગ્ર હતા. ઝેલેન્સકીએ ટ્રમ્પ સમક્ષ પુતિનને આતંકવાદી ગણાવ્યા અને કહ્યું કે દુનિયાને ખૂની સાથે સમાધાન કરવાની જરૂર નથી. આ અંગે ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને રશિયા સાથે શાંતિ કરાર કરવો પડશે.