વિવાદોમાં રહેલા IIT બાબા અભય સિંહની જયપુર પોલીસે ધરપકડ કરી છે. બાબા અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર IIT બાબાના નામે પ્રખ્યાત અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આપઘાત કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી IIT બાબાની અટકાયત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો હતો. જેથી તેના પર NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ, પોલીસે સમગ્ર મામલે IIT બાબાની પૂછપરછ શરૂ કરી છે.