દુબઈમાં આજે રમાયેલી ICC Champions Trophy ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવતાની સાથે જ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા તરફથી 265 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી કિંગ કોહલી ફરી એકવાર સંકટ મોચક સાબિત થયો હતો. કોહલીએ શાનદાર બેટિંગ કરી 84 રન ફટકાર્યા હતા. હવે આવતીકાલે બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. જેમાંથી જે ટીમ વિજેતા થશે એ ફાઈનલમાં ભારત સામે રમશે.