ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી. અધિકારીઓએ 14 કિલો વિદેશી સોનું સહિત 4.73 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસમાં બેંગલુરુ પોલીસ ડીજી રામચંદ્ર રાવની દીકરી અને સાઉથની એક્ટ્રેસ રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે. તેના પર દાણચોરીના નેટવર્કમાં સંડોવણીનો આક્ષેપ છે.
DRI અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું શરીર પર પહેર્યું હતું અને તેણે અન્ય સોનાને છુપાવ્યું હતું. અભિનેત્રી રાન્યા IPS રામચંદ્ર રાવની દીકરી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના DGP હાઉસિંગ કોર્પોરેશન તરીકે સેવા આપી રહ્યા છે. હાલ DRIના અધિકારીની તપાસ અભિનેત્રીને સોનાની દાણચોરીમાં પોલીસ કે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી કોઈ મદદ મળી રહી હતી કે કેમ તે દિશામાં છે.