તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગામની પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચેની વોટ્સઅપ ચેટ વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સૌ પ્રથમ સગીરા અને શાળાની બદનામીના ડરે ગ્રામજનોએ લંપટ શિક્ષકને સમજાવ્યો હતો.પરંતુ શિક્ષકે પોતાની લંપટ લીલા ચાલુ રાખતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર મામલે વિવાદ વકરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તો બીજીબાજુ શાળાની SMC સમિતિએ ૨૪ ફેબ્રુઆરીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી, જોકે આટલી સંવેદનશીલ બાબતમાં હજુ સુધી લંપટ શિક્ષક પર કાર્યવાહી ન કરાતા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. ત્યારે જોવુ એ રહ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે.