પાકિસ્તાન અને યુએઈમાં સંયુક્ત રીતે હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ફાઈનલ મેચ પહેલા જ પાકિસ્તાનમાં એક મોટો આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
વિસ્ફોટ બાદ પાકિસ્તાન આર્મી અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે આ હુમલામાં 9 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આર્મી વિસ્તારને સામાન્ય રીતે ખૂબ જ સુરક્ષિત અને સંવેદશનશીલ માનવામાં આવે છે, છતાં આ હુમલાખોરો આ ઝોનમાં ઘૂસ્યા અને કૅન્ટ વિસ્તારમાં હુમલો કર્યો હતો. તેને પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા HGB (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં TTP સાથે હાથ મિલાવ્યો હતો.