ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ત્યાં રહેતા લાખો ભારતીયો સહિત અનેક દેશોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજારો ગેરકાયદે વસાહતીઓને તડેગી મુકવા સહિત આકરાં પગલાં લીધા છે.જેમાં ભારતીયો પણ સામેલ છે. જોકે હવે ટ્રમ્પના નિર્ણય બાદ માત્ર ગેરકાયદે રહેનારાઓ જ નહીં, તે કાયદેસર રહેતા ભારતીયો પર પણ સંકટમાં આવી ગયું છે, જેઓ H-4 વિઝા ધારક છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ઈમિગ્રેશન નીતિમાં અનેક ફેરફાર કર્યા છે, જેના કારણે લાખો લોકોના ભવિષ્ય પર ખતરો ઉભો થયો છે.
H-1B વિઝા ધારકો અને તેમના બાળકો અગાઉ અમેરિકાના કાયમી વસવાટ કરવા માટે આગળ વધી રહ્યા હતા, જોકે ટ્રમ્પના નવા નિયમોના કારણે તેઓ પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકાનો H-1B વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. વિદેશી નાગરિક આ વિઝાથી ત્યાં કેટલાક વર્ષો સુધી કાયદેસર કામ કરી શકે છે. જોકે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિઝા પોલિસી અને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેમાં H-1B વિઝા ધારકોના બાળકોને મળનારી સુરક્ષા હટાવી દેવાઈ છે. અગાઉ H-1B વિઝા ધારકોના બાળકોને આશ્રિત ગણવામાં આવતા હતા.
અમેરિકામાં જન્મેલા આ બાળકોને અમેરિકી નાગરિકતા મળી જતી હતી, જોકે હવે આ નિયમ ખતમ કરી દેવાયો છે, જેના કારણે હજારો ભારતીય અપ્રવાસી પરિવારોનું સપનું તૂટી ગયું છે. હવે ઘણા ભારતીય યુવાનોને ડર છે કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ જશે. માતાપિતા માટે ગ્રીન કાર્ડ અરજીઓમાં 12થી 100 વર્ષનો રાહ જોવાનો સમયગાળો હોવાથી મુશ્કેલી વધશે.
શું છે H-4 વીઝા?
અમેરિકામાં રહેતા H1-B વિઝા ધારકોના 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H-4 વીઝા આપવામાં આવે છે, પરંતુ યુએસ ઈમિગ્રેશનના નવા નિયમો મુજબ, H-4 વિઝા ધારકો 21 વર્ષની ઉંમરના થયા પછી H1-B વિઝા ધારકોના આશ્રિત તરીકે ઓળખાશે નહીં. અત્યાર સુધી આ બાળકોને બીજા વિઝાનો દરજ્જો મેળવવા માટે બે વર્ષનો સમય મળતો હતો, પરંતુ નવા નિયમોને કારણે આવા લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં છે.