મુસ્લિમ દેશ સીરિયામાં પવિત્ર રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. અસદના સમર્થકો અને સીરિયામાં સત્તા પર રહેલા એચટીએસ (હયાત-તાહિર અલ-શામ)ના લડાકુઓ વચ્ચે આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સીરિયામાં તાજેતરમાં થયેલી હિંસામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. લટાકિયામાં અસદ સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સરકારી દળો અને ભૂતપૂર્વ અસદ સમર્થકો વચ્ચે ઘાતક અથડામણો શરૂ થઈ ગઈ છે. રશિયામાં અસદની હાજરીએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.
https://x.com/YourAnonCentral/status/1897932926027026586
આંતરરાષ્ટ્રીય સમુદાયે હિંસા બંધ કરવાની હાકલ કરી છે, જ્યારે રશિયાએ અસદને ટેકો આપવાનું વચન આપ્યું છે.મીડિયા રિપોર્ટ અનુસાર, ગુરૂવારે મોડી રાત્રે થયેલા આ ભીષણ યુદ્ધમાં આશરે 70 લોકો માર્યા ગયા છે. હુમલાખોરોએ એકબીજા પર રોકેટ લોન્ચર્સ વડે હુમલો કર્યો હતો. આ હિંસાને જોતાં સીરિયામાં ફરી એકવાર અશાંતિનો માહોલ સર્જાવવાની શક્યતા વધી છે.બશર અલ-અસદને હટાવીને સીરિયામાં સત્તા પર આવેલા હયાત-તાહિર અલ-શામના લડાકૂઓએ અસદના સમર્થકોના ઘરો પર ગોળીબાર કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સીરિયન સુરક્ષા દળોએ એક ઈમારત પર ગોળીબાર કર્યો હતો. આ ઈમારતમાં પૂર્વ વડા અસદની સરકારના જનરલ ઈન્ટેલિજન્સ રહે છે. ગોળીબાર કર્યા બાદ અસરની જનરલ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ધરપકડ કરી હતી.