દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ આજે એટલે કે 9 માર્ચે બપોરે રમાશેઆજની મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બે મોટા રેકૉર્ડ તોડી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીનો દેખાવ સારો રહ્યો છે. વિરાટે પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી હતી અને સેમિફાઇનલમાં 84 રન ફટકાર્યા તથા પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ પણ જીત્યો હતો.
ફાઇનલ મેચમાં પણ જો વિરાટ કોહલી સારો દેખાવ કરે તો ઈતિહાસમાં નામ નોંધાઈ શકે છે. વિરાટ કોહલી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો બેટર બની શકે છે. આ લિસ્ટમાં 791 રન સાથે ક્રિસ ગેલ પ્રથમ નંબર પર છે. જ્યારે કુલ 17 મેચમાં 746 રન સાથે વિરાટ કોહલી બીજા સ્થાન પર છે. એવામાં જો ફાઇનલ મેચમાં કોહલી 46થી વધુ રન ફટકારે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન ફટકારનારો ખેલાડી બની જશે.