ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં ન્યુઝિલેન્ડને હરાવી ટ્રોફી પોતાને નામે કરી લીધી છે. ફાઈનલમાં ભારતની જીત થતાની સાથે જ દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને અભિનંદનનો વરસાદ થવા લાગ્યો હતો. પીએમ મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુધી, બધાએ ટીમની જીત માટે ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા.
ભારતની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X મારફતે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે એક અસાધારણ રમત અને એક અસાધારણ પરિણામ! ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી ટીમને શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન.” વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.