છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે યુક્રેન તૈયાર થયુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ માહિતી આપી છે તેમણે કહ્યું કે અમે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પ્રસ્તાવનો સ્વીકાર્યો છે અને રશિયા સાથે 30 દિવસ સુધી યુદ્ધવિરામ માટે રાજી થયા છીએ.
હવે જોવાનું એ રહે છે કે રશિયા આ પ્રસ્તાવને સ્વીકારે છે કે નહીં. યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત છે. બદલામાં, યુ.એસ.એ યુક્રેન સાથે લશ્કરી સહાય અને ગુપ્ત માહિતીની વહેંચણી ફરી શરૂ કરી છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી યુએસ-યુક્રેનમંત્રણા બાદ આ સમજૂતી થઈ હતી.જ્યાં સુધી રશિયા તેને ઔપચારિક રીતે સ્વીકારે નહીં ત્યાં સુધી આ યુદ્ધવિરામ અસરકારક રહેશે નહીં.