મેવાડ રાજવંશના સંરક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયુ છે. મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે બિમારીના કારણે નિધન થયું છે. તેઓ સિટી પેલેસના શંભુ નિવાસમાં રહેતા હતા. અહીં તેમની બિમારીની સારવાર પણ ચાલી રહી હતી.
રાજવી પરિવારની પરંપરા મુજબ, આવતીકાલ સોમવારે અરવિંદ સિંહ મેવાડના અંતિમ સંસ્કાર થશે.તેમના નિધન પર સમગ્ર મેવાડમાં શોકની લાગણી છવાઈ છે.તેમનો વંશજ લક્ષ્યરાજ સિંહ મેવાડ અને પુત્રી ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી પરમાર છે. મહારાણા અરવિંદ સિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતાં. તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગતવર્ષે 10 નવેમ્બર, 2024ના રોજ થયુ હતું.