ગત મહિને 23 ફેબ્રુઆરીના રોજ સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા 67માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા.
આ સમૂહલગ્નના સમારોહમાં ખાસ મહેમાન તરીકે સ્પોર્ટ્સ પર્સનાલિટી ક્રિકેટર વિપુલ નારિગરા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજના યુગમાં વધતી જતી ટેકનોલોજીની માંગને ધ્યાનમાં રાખી સમાજની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ પર્સનાલિટી ક્રિકેટર વિપુલ નારિગરાએ સમૂહ લગ્નમાં આમંત્રણ અને સન્માન આપવા બદલ સમાજના પ્રમુખ લાલજીભાઈ તેમજ સુરત વિભાગના પ્રમુખ અને ટીમ, તેમજ સંકલન મંત્રી કિશોરભાઈ પાંડવનો આભાર વ્યક્ત કર્યો હતો.