નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે NEET PG 2025ની તારીખ જાહેર કરી છે. NBEMS મુજબ આ વર્ષે NEET PG 2025 ની પ્રવેશ પરીક્ષા 15 જૂને યોજાશે. NBEMS એ તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે.” આ ઉપરાંત NBEMS એ માહિતી આપી છે કે NEET PG 2025 માટેની માહિતી બુલેટિન ટૂંક સમયમાં અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર પ્રકાશિત કરવામાં આવશે. જેમાં અરજી તારીખ, ફી, યોગ્યતા, પરીક્ષા પેટર્ન અને અન્ય મહત્ત્વપૂર્ણ વિગતો આપવામાં આવશે. મેડિકલમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન ધરાવતા વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે.
સૂચનાના આધારે, પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12.30 અને બીજી શિફ્ટ બપોરે 3.30 થી 7 વાગ્યા સુધીની રહેશે. આ બંને શિફ્ટમાં ઉમેદવારોને સમય પહેલા પહોંચી જવાની સલાહ આપવામાં આવી છે. આ એટલા માટે છે કે પરીક્ષા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન અને લોગિન પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાય. સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.