બોલીવુડ અભિનેતા અજય દેવગણ હાલ પોતાની આગામી ફિલ્મ રેન્જરને લઈ ચર્ચામાં છે. જગનશક્તિનાં દિગ્દર્શન હેઠળની આ ફિલ્મનું શૂટિંગ માર્ચના અંતમાં શરૂ થઈ શકે છે. આ ફિલ્મમાં સંજય દત્ત નેગેટીવ રોલમાં જોવા મળશે. ત્યારે આ ફિલ્મમાં હવે તમન્ના ભાટિયાની પણ એન્ટ્રી થઈ છે.
ફિલ્મ “રેન્જર”ની વાર્તા જંગલના સાહસ પર આધારિત છે. આ અસીમ અરોરા અને ઋચા ગણેશની 2018માં પ્રકાશિત થયેલી પુસ્તક “રેન્જર” પરથી પ્રેરિત છે. અજય દેવગણ આ ફિલ્મમાં એક ફોરેસ્ટ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મમાં સંજય દત્ત પણ છે, જે વિલનના પાત્રમાં દેખાશે. તેમાં દર્શકોને ઇન્ટેન્સ એક્શન સીક્વન્સ જોવા મળશે.