રાજ્યમાં ગરમીએ કેટલાક દિવસથી થોડી રાહત આપ્યા બાદ ફરી ગરમી વધવાની આગાહી વ્યક્તત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થવાની વકી છે. ત્યારબાદ ફરી તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 24 કલાકમાં જ ગરમીનો વિસ્ફોટ થઇ શકે છે. રાજ્યમાં એક સાથે 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ અમદાવાદ જેવા મેઘાસિટીમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે. અમદાવાદમાં 39.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.