શમાં છેલ્લા ઘણાં સમયથી મોટી શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટના વધી ગઈ છે. ગુજરાતની લૉ યુનિવર્સિટીમાં ગત મહિને રેગિંગના કારણે એક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી, ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને આત્મહત્યા અટકાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટે કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ખંડપીઠમાં સામેલ ન્યાયાધીશ આર.મહાદેવને કહ્યું કે, આપણે આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ. અમને ચિંતા છે કે, ભેદભાવ, રેગિંગ અને જાતીય સતામણીના કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.
યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના વાલીઓને મળીને આત્મહત્યા અટકાવવાના પ્રયાસો કરવાના દિશાનિર્દેશ નિર્ધારીત કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ટ ફોર્સની આગેવાની નિવૃત્ત ન્યાયાધીશ એસ.રવીન્દ્ર ભટ્ટ કરશે. ટાસ્ટ ફોર્સમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સેક્રેટરી, સામાજીક ન્યાય વિભાગના સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ સામેલ છે.