કેન્દ્ર સરકારે સંસદમાં બેન્કિંગ કાયદો (સંશોધન) બિલ, 2024ને મંજૂરી આપી છે. આ નવા સુધારેલા કાયદા હેઠળ હવે બેન્કના ખાતેદારો ચાલુ-બચત, એફડી, તથા લોકર એકાઉન્ટ માટે ચાર નોમિની રાખી શકશે. મહત્વનું છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અગાઉ લોકસભામાં બેંકિંગ કાયદા બિલ 2024 રજૂ કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક બેંક ખાતાધારક એક ખાતા માટે ચાર ‘નોમિની’ સુધી નોંધણી કરાવી શકશે.
અત્યાર સુધી એક બેંક ખાતામાં માત્ર એક જ નોમિનીનો ઉલ્લેખ કરવાનો નિયમ છે. ત્યારે ડિસેમ્બર, 2024માં લોકસભામાં મંજૂરી બાદ આજે રાજ્યસભામાં પણ તેને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં એક મોટો ફેરફાર ‘substantial interest’ની વ્યાખ્યામાં પણ કરવામાં આવ્યો છે. જેથી હવે substantial interest’ કેટેગરીમાં રોકાણ મર્યાદા પાંચ લાખથી વધારી હવે બે કરોડ કરવામાં આવી છે.