યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ભક્તો અને ગુજરાતની બહાર રહેતાં વૈષ્ણવો ત્રીજી એપ્રિલથી ઓનલાઈન બુકિંગ સેવા દ્વારા રણછોડાયજીને વસ્ત્ર અર્પણ કરી શકશે. 3 એપ્રિલે સવારે 10 વાગ્યે મંદિરની સત્તાવાર વેબાસાઈટ www.ranchhodraiji.org પરથી વસ્ત્રો માટે નોંધણી કરાવી શકાશે. જેના માટે મંદિર દ્વાર નક્કી કરવામાં આવેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે. વેબસાઈટ પર વસ્ત્રોની નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે.
યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવાની ઓનલાઈન બુકિંગ સેવા 3 એપ્રિલથી શરૂ થશે. સવારે 10 વાગ્યે મંદિરની વેબસાઈટ વસ્ત્રોની નોંધણી માટે ખુલશે. ભક્તો મંદિર દ્વારા નક્કી કરાયેલ ફી (ચુકવણી) ઓનલાઈન ભરીને ભગવાનના સવાર અને સાંજ માટેના વસ્ત્રોની નોંધણી કરાવી શકશે. 31 માર્ચ 2026 સુધીના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી થશે.