હિન્દી સિનેમાની ઘણી એવરગ્રીન ક્લાસિક ફિલ્મોમાંની એક ફિલ્મ હેરાફેરી છે. હેરાફેરી અને ત્યારબાદ ફીર હેરાફેરી ફિલ્મ બોક્સ ઓફિસ પર લોકોને હસાવવામાં સફળ થઈ. ત્યારે હવે આ ફ્રેન્ચાઈઝીની હેરાફેરી-3ની પણ જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી. વર્ષોથી રાહ અને અનેક અટકળો પછી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ‘હેરાફેરી ૩’નું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે.
શૂટિંગના પહેલા દિવસે આ ત્રણેય કલાકારો સેટ પર હાજર હતા તેમ ફિલ્મની ટીમે જણાવ્યું હતું. ‘હેરાફેરી’ ૨૦૦૦ માં રિલીઝ થઇ હતી જેનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું.આ પછી ‘ફિર હેરાફેરી ૨૦૦૬’માં ંરિલીઝ થઇ હતી. હવે ‘હેરાફેરી થ્રી’નું શૂટિંગ પ્રિયદર્શન જ કરવાનો છે. પ્રિયદર્શને જણાવ્યું હતું કે, ૧૯ વરસ રહીને ત્રીજો ભાગ બની રહ્યો હોવાથી અમારા માટે બહુ પડકારજનક રહેવાનો છે. તેના કારણે ફિલ્મ અને પાત્રાલેખનમાં જરુરી ફેરફારો કરાશે.