સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથીરિયા પરિવારના યુવાનની તેની પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. ધર્મેશ કેનેડાના ઓટાવા નજીક રોકલેન્ડમાં લાલોન્ડે સ્ટ્રીટ ખાતે પત્ની રવિના સાથે રહેતો હતો. ધર્મેશ કેનેડા ખાતે ડિપાર્ટમેન્ટલ સ્ટોલ ચલાવતો હતો. કેનેડાની સ્થાનિક પોલીસ પ્રશાસનના જણાવ્યા મુજબ ૫ એપ્રિલને બપોરના અરસામાં ધર્મેશને તેના જ પાડોશી સિનિયર સિટીઝને કોઈક કારણોસર લાલોન્ડે સ્ટ્રીટ ખાતે જ છરીના ઘા ઝીંકયા હતા. જોકે સ્થળ પરથી જ સિનિયર સિટીઝનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજીબાજુ આ મામલે કેનેડામાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઓટાવા નજીકના રોકલેન્ડમાં છરીથી હુમલા બાદ ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.