સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ભાવ વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે.
જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.