તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન સાથે રૉમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન એટલી કરશે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ચાહકો આ જોડીને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થયા છે.એટલીના આગામી પ્રોજેક્ટ ‘એ૬’માં અલ્લુ અર્જૂન અને પ્રિયંકા ચોપરાની જોડી જોવા મળશે.આ ફિલ્મની ઘોષણા એટલીના તા. આઠમી એપ્રિલે આવનારા બર્થડેએ કરવામાં આવે તેવી અટકળો છે. આ ફિલ્મમાં ભારતના ગ્રામ્ય વિસ્તારનાં રાજકારણની વાત હશે એમ કહેવાય છે. અલ્લુ અર્જૂન ફિલ્મમાં ભરપૂર એક્શન કરતો જોવા મળશે એમ કહેવાય છે. જોકે, એટલીએ ફિલ્મની વિગતો હાલ બહુ પ્રગટ કરી નથી.