અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ 2’ લઈને આવી રહ્યા છે. ફિલ્મ ‘રેડ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ‘રેડ’ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. તેનો મુકાબલો રિતેશ દેશમુખ સામે થશે.રિતેશ દેશમુખ એક ભ્રષ્ટ રાજકારણીની ભૂમિકામાં જોવા મળશે. ચાહકોને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ગમ્યું છે.રિતેશ દેશમુખનું કેરેક્ટર ખુબ દમદાર લાગી રહ્યું છે. ત્યાં જ સૌરભ શુક્લા જેલના કેદીના રૂપમાં દેખાઈ રહ્યા છે. સુપ્રિયા પાઠક વૃદ્ધ માતાનો રોલ કરતી દેખાશે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.
https://x.com/ajaydevgn/status/1909514455580361053
ફિલ્મમાં તમને તમન્ના ભાટિયાનો આઇટમ નંબર પણ જોવા મળશે. ટ્રેલરમાં આની એક ઝલક જોવા મળી. ચાહકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લોકોએ આ ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરી છે. અજય અને રિતેશના અભિનયને શક્તિશાળી ગણાવવામાં આવ્યો છે.અજય દેવગનની ‘રેડ 2’ માં ઈલીયાના ડીકૃઝની જગ્યાએ આ વખતે ફિલ્મની હિરોઈન તરીકે વાણી કપૂર દેખાશે. ફિલ્મનું ડાયરેકશન રાજ કુમાર ગુપ્તાએ કર્યું છે. ભૂષણ કુમાર ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મ 1 મે, 2025એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.