યુઝર્સની પ્રાઇવસીને લઈને વોટ્સએપ પર વધુ એક મોટું અપડેટ આવી શકે છે. હવે કોઈ પણ યુઝર્સ પોતાના ફોટાને પહેલાં કરતાં વધુ સુરક્ષિત રાખી શકશે. વોટ્સએપ દ્વારા સ્ક્રીનશોટ બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે યુઝર્સ કોઈ ફોટો અથવા તો વીડિયો સેન્ડ કરશે તો સામે વાળો વ્યક્તિ એનો ઓટો સેવ કરી શકશે નહીં. આ સાથે જ કોલિંગ માટે પણ નવા સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત વોટ્સએપ પર ફોન કરવામાં આવે ત્યારે ફોનને લાઉડ સ્પીકર પર મૂકી શકાય છે અને નોર્મલ વાત કરતાં હોય ત્યારે પર્દા પાછળ જે વાત ચાલતી હોય તે સામેની વ્યક્તિને સંભળાઈ શકે છે. ઘણી વાર, કોઈ વ્યક્તિએ ન સાંભળવાનું સાંભળી લીધું હોય. આથી ફોન કરનાર અને ઉપાડનાર બન્ને વ્યક્તિને ઘણી વાર મુશ્કેલી પડી શકે છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને ફોન ઉઠાવતાં પહેલાં જ મ્યુટ કરવાનું ઓપશન આપવામાં આવશે. આથી, ગ્રીન બટન દબાવવા પહેલાં ફોનને મ્યુટ કરી શકાય છે, જેથી સામેની વ્યક્તિને યુઝરની ઇચ્છા ન હોય ત્યાં સુધી કંઈ સંભળાય નહીં.
મળતી માહિતી મુજબ, આ એક નવું iOS અપડેટ છે, જે ટેસ્ટ ફ્લાઇટ બીટા પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યું છે. આ iOSમાં Whatsapp અપડેટનું વર્ઝન 25.10.10.70 છે.