IPL 2025ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને એકતરફી મુકાબલામાં ૮ વિકેટે પરાજય આપ્યો હતો. KKRએ CSK દ્વારા આપવામાં આવેલા ૧૦૪ રનના લક્ષ્યાંકને માત્ર ૧૦.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 103 રન જ બનાવ્યા હતા. આ સરળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ માત્ર 10.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 107 રન બનાવીને જીત મેળવી લીધી હતી. આઈપીએલ 2025માં ચેન્નાઈની આ સતત પાંચમી હાર છે. કોલકાતા તરફથી સુનિલ નારાયણનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, તેણે 3 વિકેટ ઝડપી હતી સાથે જ ટાર્ગેટનો પીછો કરતા 18 બોલમાં 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી.