આઇપીએલમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. આવી જ એક મેચમાં મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે કારમી હાર આપીને ઈતિહાસ રચી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધાઅભિષેક શર્માએ માત્ર 40 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને મેચમાં 55 બોલમાં 141 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે 245 રન બનાવ્યા હતા.

ટીમ તરફથી પ્રભસિમરન સિંહ (૪૨ રન), શ્રેયસ ઐયર (૮૨ રન) અને પ્રિયાંશ આર્ય (૩૬ રન) એ શાનદાર બેટિંગ કરી અને તેના કારણે ટીમ ૨૪૫ રન બનાવવામાં સફળ રહી. આ પછી, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ SRH માટે પ્રથમ વિકેટ માટે 171 રનની ભાગીદારી કરી અને ટીમની જીતનો પાયો નાખ્યો. અભિષેકે ૧૪૧ રન બનાવ્યા. જ્યારે હેડે 66 રનનું યોગદાન આપ્યું. પંજાબ કિંગ્સ માટે, કેપ્ટન શ્રેયસ ઐયરે 8 બોલરોનો ઉપયોગ કર્યો, પરંતુ ફક્ત બે બોલરો જ વિકેટ લઈ શક્યા. અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. SRH ટીમે 19મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું. આ IPLના ઈતિહાસમાં બીજો સૌથી સફળ રન ચેઝ છે.246 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત જબરદસ્ત રહી હતી.