દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધર્માંતરણના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે RSSના વડા મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ધર્મ દરેકને સુખ તરફ લઈ જઈ શકે છે, આપણે લોભ કે ડરના કારણે ધર્મ બદલવો જોઈએ નહીં.
RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે રોજિંદા જીવનમાં લોભ અને લાલચનો સામનો કરવો પડી શકે છે અને આ વસ્તુઓ લોકોને તેમના ધર્મથી દૂર લઈ જઈ શકે છે, પરંતુ માત્ર ધર્મ જ દરેકને સુખ તરફ લઈ જઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, લોભથી, લાલચથી જો જબરજસ્તીથી મજબૂરીનો ફાયદો ઉઠાવીને ધર્માંતરણ માટે બદલવાનો પ્રયાસ કરે છે તે વાસ્તવમાં અત્યાચાર છે. તે ન થવું જોઇએ પરંતુ તેનાથી બચવા કે બચાવવા માટે કામ કરવું પડશે.