હાલમાં જ થાઇલેન્ડ ખાતે યોજાયેલી મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ સ્પર્ધામાં વડોદરાની ઉન્નતિ દેસાઈએ ખિતાબ જીતી ગુજરાત તેમજ દેશનું નામ રોશન કર્યું છે.
સ્પર્ધામાં વિશ્વના અનેક દેશમાંથી આવેલી પ્રતિભાગીઓને હરાવીને લોરલ મિસિસ ઈન્ટરનેશનલ વર્ષનો ખિતાબ પોતાના નામે કર્યો છે.શહેરના 48 વર્ષિય મહિલાએ થાઈલેન્ડ ખાતેયોજાયેલી સ્પર્ધામાં વિશ્વના અનેક દેશમાંથી આવેલા પ્રતિભાગીઓને હરાવીને લૉરલ મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જે 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં વીયેતનામ, બ્રાઝિલ, કેનેડા સહિતથી મહિલાઓએ ભાગ લીધો હતો. જ્યારે ભારતથી નાગપુર, કલકત્તા, દિલ્હી સહિત 8 મહિલાએ ભાગ લીધો હતો.
મિસિસ દેસાઇએ વધુમાં કહ્યું હતું કે, દરેક સંસ્કૃતિની ભાતી થઇ હતી. અલગ-અલગ સંસ્કૃતિમાંથી આવતી મહિલાઓએ પોતપોતાની સંસ્કૃતિની જલક પણ આપી હતી. જેમાં આપણું દેશી ભોજન એટલે કે ખીચડી-કઢી અને રોટલો બનાવી ત્યાના લોકોને ખવડાવ્યું હતુ. સફળ થવા આત્મવિશ્વાસ અને મહેનત સૌથી મોટું શસ્ત્ર છે.