મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની ગંભીરતા જોઈને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની તેમની મુલાકાત અધવચ્ચે જ રદ કરી દીધી છે અને મધ્યરાત્રિએ ભારત પરત ફર્યા હતા. ભારત પરત ફરતાની સાથે જ વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર જ અજીત ડોભાલ, વિદેશ મંત્રી સાથે બેઠક યોજી હતી અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. આ ઉપરાંત કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં હાજરી આપશે.