ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમા દિલ્હી કેપિટલ્સની જીત થઈ છે. લખનૌએ એડન માર્કરામની અડધી સદીની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી મુકેશ કુમારે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્ક, ચમેરાએ 1-1 વિકેટ લીધી હતી. જેના જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી. દિલ્હી તરફથી રાહુલે 42 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા, જ્યારે પોરેલે 36 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. આ જીત સાથે દિલ્હીએ 2025ની આઈપીએલ સિઝનમાં લખનૌ સામેની બંને મેચ જીતી લીધી છે.