અભિનેતા પવન કલ્યાણ દક્ષિણ ભારતના સૌથી વધુ ફી લેનાર અભિનેતા બની ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ પવન કલ્યાણે ઉસ્તાદ ભગત સિંહ ફિલ્મ માટે 170 કરોડ રૂપિયાની ફી લીધી છે. તેલુગુ ચાહકોએ પવન કલ્યાણને થિયેટર્સમાં જોયાને ઘણા વર્ષો થઈ ગયા છે. પવન કલ્યાણ હવે રાજકારણમાં જોડાઈ ગયા છે અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
તેમની રાજકીય જવાબદારીઓને કારણે તેમની ફિલ્મો વિલંબિત થઈ રહી છે જેના કારણે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા નિર્માતાઓ પર દબાણ વધી રહ્યું છે. ઘણી ફિલ્મો અટકી પડી હોવાથી નિર્માતાઓ પણ પવનના સેટ પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. આખરે અભિનેતા તાજેતરમાં તેની ત્રણ ફિલ્મોના નિર્માતાઓને મળ્યા અને તેમને ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે તારીખો આપવાનું વચન આપ્યું હતું. પવન કલ્યાણે ઉસ્તાદ ભગત સિંહ માટે 170 કરોડ રૂપિયા ફી લીધી છે.