ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શકયુ નથી. 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચે પુરી થઈ ગઈ હતી છતાં પરિણામ જાહેર થયુ નથી ત્યારે મળતી માહિતી મુજબ નીટને લઈને બોર્ડ દ્વારા હવે 4 May બાદ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં 10 અને 12ની બોર્ડની પરિક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે પરીક્ષાના પરિણામ અંગે મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવાશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 4 મે બાદ જાહેર કરવામાં આવી શકે છે. ધો.12 સાયન્સ પછીના મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે આગામી ચોથી મેના રોજ દેશભરમાં નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામા આવનાર છે ત્યારે હાલ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીમાં લાગ્યા છે.
બીજીબાજુ CBSE Std 10 બોર્ડનું પણ પરિણામ આગામી એક અઠવાડિયામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.