ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને ઢોલ-નગારાઓના મધુર અવાજથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
https://x.com/uttarakhandcops/status/1918127842425983427
આ વખતે કેદારનાથ મંદિરને ખાસ શણગારવામાં આવ્યું છે. મંદિરને 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે, કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દર વર્ષે, શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે, મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની આસપાસ શુભ મુહૂર્ત જોયા પછી તેને ફરીથી ખોલવામાં આવે છે. કેદારનાથ ધામ રુદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી ૧૧,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલું છે.