અમેરિકા અને ચીન વચ્ચે આખરે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ થઇ ગઇ છે. જેના કારણે વેપારી સંબંધો હળવા બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. અમેરિકા અને ચીનના પ્રતિનિધિમંડળ વચ્ચે સફળ મંત્રણા થઇ ગઇ છે. સ્વિસ સરકાર દ્વારા આયોજિત બે દિવસની ફળદાયી વાટાઘાટો બાદ રવિવારે આ જાહેરાત કરવામાં આવી હતી, જે બંને દેશો વચ્ચેના ટ્રેડ સંબંધોને સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે, આ સોદાઓની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટો પહેલા જ ચીન પરના ટેરિફ દરોને વર્તમાન ૧૪૫ ટકાથી ઘટાડીને ૮૦ ટકા કરવાના સંકેત આપ્યા હતા, જે આ સોદાના પાયામાં રહેલી સકારાત્મકતા દર્શાવે છે.