આઇસીસી ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઇને અત્યારથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફાઇનલ મેચ જુનમાં રમાનાર છે. ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયાએ તેની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કનો પણ સમાવેશ થાય છે. આઇસીસી ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 થી 15 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર. બ્રેન્ડન ડોગેટનો સમાવેશ થાય છે.