ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. કર્ણાટકના દરિયાકાંઠા નજીક એક સિસ્ટમ બનશે અને પછી તે મજબૂત બનશે. જો સિસ્ટમ વધારે મજબૂત બનશે અને આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જેના પગલે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી દીધા બાદ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદ ભારે વરસાદ સાથે કરાં પડવાની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની સાથે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એલર્ટમાં કહેવાયું છે કે, કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાક 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે.