રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખના જન્મ દિન નિમિત્તે રાહી ફાઉન્ડેશન દ્વારા સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, વાડજ સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની શાળાને નવું રેફ્રિજરેટર (ફ્રીઝ) ઉનાળાની ગરમીમાં રાહત માટે ભેટ આપ્યું.
બાળકોને નોટબુક, સ્ટેશનરી કીટ, સૂકો નાસ્તો, બિસ્કિટ પેકેટ ભેટ આપ્યા, સાથોસાથ રસ – પુરી, કેક નું ભોજન કરાવ્યું. મનો દિવ્યાંગ બાળકો ખૂબ આનંદિત અને પ્રસન્નચિત્ત જોવા મળ્યા હતા. સંસ્થાના સંચાલક ખૂબ સુંદર વ્યવસ્થા કરેલ હતી. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને વિજય દલાલ ઉપસ્થિત રહીને ખુશી વ્યક્ત કરેલ હતી.